બુધવાર, 18 નવેમ્બર, 2009

જીવનના વિસ્મયને ઓળખો : osho


જીવનના વિસ્મયને ઓળખો
જીવન દરેક ક્ષને નવું છે. દરેક ક્ષને તે નવી દિશાને સ્પર્શે છે, નવા આકાશમાં પ્રવેશ કરે છે, નવા સૂર્ય ને નવી રાતોને પસાર કરે છે. નવા કિનારા, નવા સાગર હોય ત્યાં જીવન વિસ્મય ના હોય તો શું હોય ?
દરેક ઘટનાના 'સ્વ' નો અનુભવ કરો - દરેક વ્યક્તિના, દરેક ફૂલના, દરેક પાંદડાના, દરેક પત્થરના....
જો આપણે શોધવા નીકળીએ તો એક પત્થર જેવો અદ્દલ બીજો પત્થર આખી દુનિયામાં પણ આપણે શોધી ના શકીએ.
એક વ્યક્તિ જેવી હોય છે એના જેવી બીજી કોઈ વ્યક્તિ બીજે ક્યાય નથી હોતી. એક ઘટના બને છે તો એના જેવી જ ઘટના બીજે ક્યાય બનતી નથી અને ક્યારેય બનશે પણ નહિ.
જો આ નવીનતાનો ભાવ , આ નાવીન્યનો, આ તાજગીનો, આ જીવન્તતા નો આ પરિવર્તનનો બોધ સ્પષ્ટ થઇ જાય તો વિસ્મય તમારા દરવાજે આવી ઉભો રહી જશે. સ્મૃતિને વિદાય કરી દો, જીવનને સ્મૃતિને છોડીને છોડીને જોશો તો જીવન વિસ્મયથી ભરેલું છે. osho

now & here


now & here
વર્તમાન જ માત્ર સમય છે. જો તમે વર્તમાનમાં રહી શકશો તો જ સમયને જીતી શકશો વર્તમાનમાં રહેવા ધ્યાન અને અભ્યાસ જરૂરી છે. ભૂતકાળ અને ભવિષ્યકાળના વિચારો માણસને વિચલિત અને દુખી બનાવે છે. માટે નકામા વિચારોને ત્યજી વર્તમાનમાં જીવવાનો અભ્યાસ શરુ કરી દો. સુખ અને સંતોષ તથા આનંદની અનુભૂતિ માત્ર વર્તમાનમાં જ થઇ શકે છે.
ડો. અરવિંદ પંચાલ.

સોચ કો બદલો ,નજરે બદલ જાયેગી
નજર કો બદલો નજારે બદલ જાયેંગે ,
કિશ્તી કો બદલને કી જરૂરત નહિ
અગર દિશા બદલેંગે તો કિનારે બદલ જાયેંગે.

રવિવાર, 8 નવેમ્બર, 2009

કવિતા
અબજો વર્ષોથી તું આ સૃષ્ટિને જન્માવી ચુક્યો છે ,
મારી ચુક્યો છે, પુનઃ પુનઃ એ ચક્ર ચાલ્યા કરે છે.
તારી આંગળી પકડી ડગમગુ થતો માણસ તને પકડવા માંથી રહ્યો છે !
તારા આંગણમાં આજે હસતો રમતો માણસ
કાલે તારા ગર્ભમાં કાયમ માટે સમાઈ જાય છે.
માણસે તને વિભાજીત કર્યો ભૂત-ભાવી-વર્તમાનમાં,
તું તો રહ્યો અખંડ, અનંત અને અસ્ખલિત...
તને શોક નથી, તને હર્ષ નથી તમામ ઘટનાઓનો સાક્ષી તું છે.
સુરજ ઉગે કે ના ઉગે,તારા ખરે કે ના ખરે તું તો સતત જાગૃત...
સહારાના રણની રેતી એટલે તું
અને રેતીનો કણ એટલે હું.
સમય ! ધન્ય છે તારા અસ્તિત્વને..
નમસ્કાર તારા અનંત જીવનને !
ડો. અરવિંદ પંચાલ

શુક્રવાર, 23 ઑક્ટોબર, 2009

sahaj

સહજ
ચાંદ,તારા,સુરજ ઉગે ને આથમે
જીવન પણ એમ જ સહજ બની જાય,
ફૂલોની ખુશ્બુ સંસારમાં પ્રસરે
ને લોકો ફૂલ જેવા કોમલ બની જાય ,
કોઈ ઊંચ, કોઈ નીચ,
કોઈ સુંદર, કોઈ કુરૂપ,
કોઈ સુખી, કોઈ દુખી,
બધા ભેદ મટી ને સહુ સમાંતર થઇ જાય,
ચાંદ,તારા,સુરજ ઉગે ને આથમે
જીવન પણ એમ જ સહજ બની જાય.

ડો. અરવિંદ પંચાલ

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2009

wishing u all happy new year !

hi !
all of you first , very very happy new year !
એક તરફ કરોડપતીઓંની સંખ્યા વધતી જીય છે , તે સારી વાત છે પરંતુ દુનિયામાં ભૂખમરો પણ વધી રહ્યો છે એની પણ ચિંતા કરવી જરૂરી છે. આ દિવાળીમાં કરોડો રૂપિયાના ફટાકડાનો ધુમાડો થઇ ગયો, કરોડો રૂપિયાની મીઠાઈ ખવાઈ ગઈ પરંતુ સામે છેડે કેટલા લોકો એ ધુમાડાથી બીમાર પડ્યા કે કેટલા લોકો વાસી ખાઈને બીમાર પડ્યા એ વિચારવાની ફુરસદ કોને છે ? અરે ! કેટલાય લોકો તહેવારોમાં પણ ભૂખ્યા સુઈ જાય છે અને કોઈ પૂછવાવાળું પણ નથી હોતું ....ધિક્કાર છે આપણા આ કહેવાતા વિકાસ પર ! જરા બીજાનો તો વિચાર કરો ! તમારે રહેવા બંગલો છે તો કોઈને આકાશ એ જ છપ્પર છે એમને એક નાની સરખી રૂમ તો આપો ! તમે મીઠાઈઓ ખાઈ ખાઈ ને બીમાર પાડો છો તો પેલા ભૂખ્યા ગરીબને એક ટુકડો રોટલો તો આપો ! ભગવાન તમારું જરૂર ભલું કરશે !
dr. arvind panchal

શનિવાર, 17 ઑક્ટોબર, 2009

સંબંધ .....
મોબાઈલની ફોનબુક્માં સ્વીચ ઓફ થઇ ગયેલા સંબંધ .....

કેટલાક મિસ કોલ જેવા
તો
કેટલાક ડીલીટ થઇ ગયેલા સંબંધ .....
કાલે જે પાકા હતા
તે
આજે કાચા થઇ ગયેલા સંબંધ .....
નજીકના રીસીવ્ડ કોલ જેવા સંબંધ,
તો
દુરના એવોઈડ કોલ થઇ ગયેલા સંબંધ .....
ક્યારેક એસ એમ એસ ની જેમ ટપકી પડતા
કે
ક્યારેક રીંગ ટોન ની જેમ વરસી પડતા સંબંધ .....
હાલ તો જાણે ' બેટરી ડાઉન ' મોબાઈલમાં
ફ્રીજ થયેલા બિલકુલ નકામાં થઇ ગયેલા સંબંધ .....
ડો. અરવિંદ પંચાલ

શુક્રવાર, 16 ઑક્ટોબર, 2009

life is just festival

hi !
wish u all happy dipavali and prosperous new year !
we are celebrating dipawali festival...but we don't know that our whole life is just festival.
every moment we should enjoy it. In indian culture there are so many festivals, there fore
we can take a break from routine work and we come togather for a while.....we forget all problems and enjoy with our relatives and friends. in this way we get some change in life.
this life is also big festival. we should meet others like our friends and we should celebrate
life as festival......so, all the best for whole life.
thanks.