સહજ
ચાંદ,તારા,સુરજ ઉગે ને આથમે
જીવન પણ એમ જ સહજ બની જાય,
ફૂલોની ખુશ્બુ સંસારમાં પ્રસરે
ને લોકો ફૂલ જેવા કોમલ બની જાય ,
કોઈ ઊંચ, કોઈ નીચ,
કોઈ સુંદર, કોઈ કુરૂપ,
કોઈ સુખી, કોઈ દુખી,
બધા ભેદ મટી ને સહુ સમાંતર થઇ જાય,
ચાંદ,તારા,સુરજ ઉગે ને આથમે
જીવન પણ એમ જ સહજ બની જાય.
ડો. અરવિંદ પંચાલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો