રવિવાર, 8 નવેમ્બર, 2009

કવિતા
અબજો વર્ષોથી તું આ સૃષ્ટિને જન્માવી ચુક્યો છે ,
મારી ચુક્યો છે, પુનઃ પુનઃ એ ચક્ર ચાલ્યા કરે છે.
તારી આંગળી પકડી ડગમગુ થતો માણસ તને પકડવા માંથી રહ્યો છે !
તારા આંગણમાં આજે હસતો રમતો માણસ
કાલે તારા ગર્ભમાં કાયમ માટે સમાઈ જાય છે.
માણસે તને વિભાજીત કર્યો ભૂત-ભાવી-વર્તમાનમાં,
તું તો રહ્યો અખંડ, અનંત અને અસ્ખલિત...
તને શોક નથી, તને હર્ષ નથી તમામ ઘટનાઓનો સાક્ષી તું છે.
સુરજ ઉગે કે ના ઉગે,તારા ખરે કે ના ખરે તું તો સતત જાગૃત...
સહારાના રણની રેતી એટલે તું
અને રેતીનો કણ એટલે હું.
સમય ! ધન્ય છે તારા અસ્તિત્વને..
નમસ્કાર તારા અનંત જીવનને !
ડો. અરવિંદ પંચાલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો