સંબંધ .....
મોબાઈલની ફોનબુક્માં સ્વીચ ઓફ થઇ ગયેલા સંબંધ .....
કેટલાક મિસ કોલ જેવા
તો
કેટલાક ડીલીટ થઇ ગયેલા સંબંધ .....
કાલે જે પાકા હતા
તે
આજે કાચા થઇ ગયેલા સંબંધ .....
નજીકના રીસીવ્ડ કોલ જેવા સંબંધ,
તો
દુરના એવોઈડ કોલ થઇ ગયેલા સંબંધ .....
ક્યારેક એસ એમ એસ ની જેમ ટપકી પડતા
કે
ક્યારેક રીંગ ટોન ની જેમ વરસી પડતા સંબંધ .....
હાલ તો જાણે ' બેટરી ડાઉન ' મોબાઈલમાં
ફ્રીજ થયેલા બિલકુલ નકામાં થઇ ગયેલા સંબંધ .....
ડો. અરવિંદ પંચાલ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો