સાચ - જૂઠના પારખાં કરી શકાતાં નથી. કોઈ વ્યક્તિની પાસેથી સત્ય વાત કઢાવવી ખુબ જ મુશ્કેલ હોય છે.
ક્યારેક જૂઠને જ સત્ય માનીને સંબંધો નિભાવવા પડતા હોય છે.
ક્યારેક જૂઠને જ સત્ય માનીને સંબંધો નિભાવવા પડતા હોય છે.
ક્દી કોઈ મિત્રની કે કોઈ પ્રેમીની પરીક્ષા કરવી નહી. આ પરીક્ષામાં નાપાસ થવાના ચાન્સ એકથી વધારે હોય છે. અને નાપાસ થયેલા પ્રેમી કે મિત્ર સાથે સમાધાન કરીને જીવવું ખુબ જ કઠીન કામ છે. એના કરતા દોસ્તીના ભ્રમમાં જીવવું સરળ છે.
તમે તમારી જાત પર વિશ્વાસ કેળવો એ જ અગત્યનું છે. તમે તમારો વિશ્વાસ સંપાદન કરો અને ખુલ્લા મનથી જીવો. બીજા પર વિશ્વાસ કરશો તો વિશ્વાસની સાથે જ અવિશ્વાસ પણ આવી જશે. અને પ્રેમ કે સંબંધમાં વિશ્વાસ - અવિશ્વાસ જેવું કશું નથી.
ક્યારેય મઝાકમાં પણ કોઈ પ્રેમીનું દિલ દુભાય એવું વર્તન ના કરશો. દિલ દુભાવાની ઘટના અસહ્ય હોય છે. એ વખતે હ્રદયની ધડકન તેજ થઇ જાય છે, શરીર હલકું -થાકી ગયું હોય એવું થઇ જાય છે અને મનમાંથી આનંદ - ઉલ્લાસ ઉડી જાય છે.